વરસતી રહી છે, સ્નેહ ભરી આંખલડી,
ભાવનાત્મક પ્રવાહ માં,પ્રવાસી આંખલડી;
રસ માધુર્ય છલકાઈ જતાં, હર્ષાશ્રુઓ માં,
કદીક વિરહમાં રડે છે, વિરહી આંખલડી;
કદી ઉન્માદે માં ભભૂકી જ્વાલા ગજબની,
કેસૂડાં જાણે મ્હોર્યા ચહેરા પર, આંખલડી;
કદીક રસાળ મમત્વમાં , ભીંજાઈ જતી ખરે,
કદી રિસામણા માં' ય, છલકાતી આંખલડી;
આનંદ હર્ષ મિશ્રિત , લાગણી ના પ્રવાહ માં,
સુખદુઃખ ના ઝરણાં સ્વરૂપે ઝરતી આંખલડી;