ખોખલા શબ્દો જ્યારે, પડી જાય છે,
આ હ્દય ક્યાંક ખંડેર, બની જાય છે;
હવાની ક્યારી માં, ખૂશ્બુ રોપી દીધી,
ખૂલી આંખમાં ,અંધેર બની જાય છે;
ઝખ્મો ની દોસ્તી, લાગણી માં છે પ્રિયે,
દર્દ ભરી દ્રષ્ટિમાં બહેર , બની જાય છે;
હોંશ માં ક્યાં જીવન છે, તરંગો બધાજ,
મનમાની જિંદગી લહેર, બની જાય છે;
આનંદ ઉધારીના ચશ્માં પહેરી દેખાય ના,
સ્વયં નૂરાની નજર નહેર , બની જાય છે;
======================