રાવણ નું પૂતળું તો સળગાવી આવ્યા આજે
દિલ માંથી અહંકાર દ્વેષ સળગાવી શક્યા ?....
રાવણ ની તો ઘણી નિંદા કરી સ્ત્રી ના અપમાન કાજ
શું આ કલયુગ ના રાવણ સામે લડી શક્યા ?...
રાવણ ના દસ મુખ એણે તો જગ જાહેર કર્યા
પણ ખુદ ના અનેક રૂપ શુ આજે કાઢી શક્યા ?....
રાવણ એ ન કર્યો ક્યારેય સ્પર્શ સીતા નો
શુ આજ ની સીતા ને બચાવવા પ્રયત્નો તમે કરી શક્યા ?....
રાવણ તો ખરી ખુમારતા થી લડ્યો શ્રી રામ સામે
તમારી ખુમારતા છે કલયુગ ના રાવણ થી લડવાની ?....
રાવણ તો છે પ્રતિક એક બુરાઈ નું
શું ખુદ માં રહેલી અનેક બુરાઈઓ આજે કાઢી શક્યા ?....
રાવણ નો ધિક્કાર કરનાર ખુદ ને તો બે ઘડી જાણો ....
આપ સૌ ને દશેરા ની ખુબ ખુબ શુભેચ્છા
અને આશા કે આપણા દિલ ના રાવણ નું પણ આજે દહન થાય ....
--પર્લ મહેતા