તુ મારી સાથે ના બોલે તો વાંધો નહિ,
પણ બોલે તો,દુનિયામાં સંગીત જેવુ કંઈક લાગે.
તુ મારી સામે ના જૂએ તો વાંધો નહિ,
પણ જૂએ તો, દુનિયામાં રંગો જેવુ કંઈક લાગે.
તુ મારી સાથે ના હસે તો વાંધો નહિ,
પણ હસે તો, ફૂલોમાં સૂગંધ જેવુ કંઈક લાગે.
તુ મારી સાથે ના ચાલે તો વાંધો નહિ,
પણ ચાલે તો,નદીમાં વહેણ જેવુ કંઈક લાગે.
તુ મારી સાથે ના રહે તો વાંધો નહિ,
પણ રહે તો,જીંદગીમાં જીંદગી જેવુ કંઈક લાગે.
♡ તમન્ના ♡