Gujarati Quote in Quotes by Het Vaishnav

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોગીદાસ ખુમાણ
એક દિવસ ખુમાણ ધણહેર માથી નીકળ્યા એક અઢાર વીસ વર્ષ ની દિકરી ને એટલું પુછયુ બેટા કોઈ છે આજુંબાજું માં
છોકરી : ના મારા મામા ને ત્યા મોટી થાવ છુ માં બાપ મરી ગયા છે જોગીદાસ ખુમાણે આગળ વાત કરી કે બેટા હું એમ નથી કહેતો પણ આમ એકલી તુ ધણહેર મા ઢોર ચારે છે તો તારી ઈજ્જત ની તારા શીયળ ની તને બીક નથી લાગતી બેટા ત્યારે એ અઢાર વીસ વર્ષ ની ધણહેર મા ઢોર ચારતી દિકરી બોલી હતી કે અમારા વિસ્તાર મા જોગીદાસ ખુમાણ ના બહારવટા છે બાપુ એ
(દિકરી ને ખબર નથી કે આ જોગીદાસ પોતે છે) કોની તાકાત છે કે મારી સામે પણ જોઈ શકે

ત્યારે આપા જોગીદાસ ખુમાણે સુરજ નારાયણ સામે જોઈ ?બેઈ હાથ ઉંચા કર્યા અને એટલુ બોલ્યા કે (ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જીવણ લગ માણ રાખજે કશ્યપ રાવ)
હે કશ્યપ ના પુત્ર સુરજનારાયણ મારૂ બહારવટું હાલે કે ના હાલે પણ આવી વીસ અઢાર વર્ષની દિકરીઓ જો મારી ઉપર વિશ્વાસ રાખી ને આમ વગડા માં ઢોર ચારતી હોય તો હું જીવુ ત્યા સુઘી મારી ઈજ્જત આવી ને આવી રાખજે બાપ

Gujarati Quotes by Het Vaishnav : 111266517
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now