Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

एक आह् भरी होगी
हमने ना सुनी होगी
जाते जाते तुमने
आवाज तो दी होगी...!

Love you Pappa...

આજની જ તારીખ બપોરે બે વાગે તો હું એમને મળી છું, વાતો કરી છે અને સાંજે સાડા પાંચે એક ફોન આવે છે, સામા છેડે મારો ભાઈ હોય છે જે કહે છે, “પપ્પા ગયા..!"

હું ગુસ્સો કરીને એને ખખડાવી નાખું છું, “શું બોલે છે ગધેડા જેવા.. તને કંઈ ભાન પડે છે?"

સામેથી કશો જ અવાજ નથી આવતો, એક ક્ષણ લાગ્યું કે હું બહેરી થઈ ગઈ કે કોઈ સપનું જોઈ રહી છું પણ ના એ હકીકત હતી, મારી આસપાસ ઉભેલા દર્દીઓનો અવાજ મને સંભળાતો હતો, આખો વેઈતિંગ રૂમ ભરેલો હતો, બધા એમનો નંબર આવવાની રાહ જોતા વાતો કરી રહ્યા હતા...

“તું હાલ આવ હું હોસ્પિટલે તારી રાહ જોવું છું." ભાઈએ આટલું કહીને ફોન મૂકી દીધો. હું આઘાતમાં હતી, શું કરું કંઈ સમજાતું નહતું, મેં સૌરભના રૂમનો દરવાજો ખોલ્યો અને સીધી અંદર ધસી ગઈ, ત્યાં એક બહેન એમની દીકરીને બતાવવા આવેલા, એ ત્રણેય જણાં મારી આ પરવાનગી વગર અંદર આવવાની હરકત જોઈ મારી સામે જોઈ રહેલા પણ મને ભાન જ નહતું. લાગ્યું જાણે ચક્કર આવી ગયા અને હું નીચે બેસી પડી... મન કહેતું હતું કે જોરથી ચીસ પાડીને કંઇક કહું પણ અવાજ જ ના નીકળ્યો... બન્ને આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં... સૌરભ પાસે આવ્યા અને મેં હોઠ ફફડાવી કહ્યું, “પપ્પા... મારે હોસ્પિટલ જવું છે."

પછી બધું એમણે સંભાળી લીધું, ફટોફટ કેટલાક ફોન કર્યા, મને લઈને હોસ્પિટલ પહોંચ્યા, બીજા લોકોને જાણ કરી. મને મારા ભાઈની ફિકર હતી, સાવ નાનકડો હજીતો કોલેજમાં જ ભણતો એ એકલો કેવી રીતે, શું કરશે? હું એને ભેટીને રડવા ઈચ્છતી હતી પણ એની આંખો કોરી ધાકોર હતી, મને કહે,

“પપ્પાને અંદર સુવડાવ્યા છે એકવાર જોઈ આવ હમણાં બધા ભેગા થશે, આપણે પછી રડી લઈશું હાલ નહિ!"

હું એની વાત સમજી. જનાર તો જતું રહેલું, અમારા ઘરનો આધારસ્તંભ હવે બધું ભાઈએ જ સાંભળવાનું હતું, હું એની સાથે જ હતી... મેં મારા આંસુ લૂછી નાખ્યા, પપ્પાને છેલ્લી વાર ભેટી અને બહાર નીકળી ગઈ... પછી હું મારા ભાઈની સાથે હતી... મરનાર પાછળની ઘણી બધી ક્રિયાઓ કરવાની હોય છે એમાં સહકાર આપતી રહી. સગા વ્હાલા એક પછી એક આવતા રહ્યાં, ધીમે ધીમે બધાએ એમના ભાગે આવતું કામ ઉઠાવી લીધું હું ફરી રહી હતી... હોસ્પિટલમાં, ત્યાંથી ઘરે, એક ચક્કર સાસરીમાં પણ મારવું પડ્યું, મેં એ દિવસે સરસ વર્ક કરેલી સાડી પહેરેલી હતી, કોઈ કહી રહ્યું હતું નિયતી બેને સાડી બદલી નાખવી જોઈએ, કોઈ કહેતું હતું કે બન્ને ભાઈ બહેન કેટલા કાઠા કાળજાના છે કોઈ રડતું નથી હું એમની જગ્યાએ હોઉં તો... મને દિલથી ઈચ્છા થતી હતી કે, હા આવી જાઓ મારી જગ્યાએ..!

ખેર એ ઘડી પણ વીતી ગઈ... વરસો વીત્યાં એ વાતને હજી અમે ભાઈ બહેન સાથે મળીને રડ્યા નથી... પણ હા સંજોગ પ્રમાણે વર્તતા જરૂર શીખી ગયા.

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111266149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now