જયશ્રીકૃષ્ણ
સવાર થાય ને
શિષ્ટાચાર શરૂ,
શબ્દ છે કે સંબોધન?
દિવસ વીતી ગયો
ને બદલાય ભાવ
પશ્ચાતાપ થાયે મનોમન?
ન પ્રેમ ન દ્વેષ ,છે દ્વિધા
આ તો મારૂ ને આ તારૂ
ન રહે આમા કોઈનું જન?
છોડી જગ જાશું તહીં
રહી જાશે સર્વ અહીં
*જયશ્રીકૃષ્ણ* ...
*જય જિનેન્દ્ર *
*રામ કબીર* કે...
*રાધે રાધે *ના સંબોધન..!
નીકળો આ વાડાબંધી મહીથી,
પ્રભુએ અવતાર્યા
બનાવી સહુને એકજન*માનવ*
જયશ્રી પટેલ
૫/૧૦/૧૯