Gujarati Quote in Gandhigiri by Armin Dutia Motashaw

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રડે છે મારી આંખો, શોધે છે તમને, ઓ પ્યારા બાપુ;

તમારી શીખવેલી ગાંધીગીરી ઓછી થઈ ગઈ છે, શું ઉધારણ આપું !!!

ભુલાઈ રહી છે તમારી શિખામણ, ગાંધીગીરી નું શું ઉધારણ આપું !!!

તમારા દેશવાસીઓ તમને અને તમારી શિખામણ ને ભૂલી રહ્યાં છે બાપુ.

તમારા પ્રિય ભજન ગાશે આજે; બસ પછી ફરી એક વખત ભુલાઈ જશો તમે

હવે ફરી એક વખત યાદ કરીશું ત્રીસમી જાન્યુઆરીએ તમને અમે.

સ્વર્ગ માં પણ નાખુશ રહેતા હશો તમે, જોઈ અમારા આજના હાલ

સાચા મનથી અને દિલથી ભગ્યજ કોઈ કરતું હશે તમને યાદ

મારા જેવા કોઈક પ્રદીપજી નું ગીત ગાઈ કરતાં હશે તમને ફરિયાદ.

ફરી જન્મ લો તો સંભાળી ને લેજો, હવે, ભારત દેશપ્રેમી રહ્યું નથી

એકતા, મૈત્રીભાવ, સહનશક્તિ થઈ ગયા છે અલ્પ માત્રામાં, હવે ભારત તમારું રહ્યું નથી.

Armin Dutia Motashaw

Gujarati Gandhigiri by Armin Dutia Motashaw : 111264420
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now