મને સતત તારો વિચાર દે
તને યાદ કરવા અધિકાર દે.
જન્મોજન્મની વાત છે આ,
વિયોગ તણો ઉપચાર દે.
કદીએ ના રહું તુજવિણ હું,
એવો સદાયને સંસાર દે.
પ્રતિશ્વાસે સ્મરણ કરવાને,
ઉરને પણ એ ધબકાર દે.
નીરખું દર્પણમાં નિજજાતને,
તારા જેવો મને આકાર દે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.