Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાલે મારા દીકરાને સ્કૂલેથી લઈને ઘરે આવતી હતી ત્યારે એણે મને પૂછ્યું,
“Mamma do you know what's the difference between like and love?"

મેં કહ્યું, હા કોઈને લાઈક કરવું એટલે એને ફક્ત પસંદ કરવું, એની કોઈ ખાસિયતને લીધે એ તમને ગમે છે! લવ કરવો મતલબ એ જે છે, જેવું છે એવું જ તમને પસંદ છે, એની સારી બાજુને વિકસાવવા તમે એને તમારો સમય આપીને કોશિષ કરો છો. પછી મેં એને ગુલાબનાં ફૂલનું ઉદાહરણ આપ્યું,
જો તમે ગુલાબનાં ફૂલને લાઈક કરતાં હશો તો તમે એને તોડીને તમારા ઘરની ફૂલદાનીમાં સજવશો, જ્યાં સુધી એ સુંદર દેખાતું રહેશે તમે એને જોઈને ખુશ થશો અને જેવું એ સુકાઈ જશે એની બદલે નવું ગુલાબનું ફૂલ આવી જશે!

હવે, જો તમે ગુલાબનાં ફૂલને લવ કરતાં હશો તો એને છોડ પરથી તોડવાની તમારી હિંમત જ નહિ થાય, તમે એને ખાતર, પાણી આપશો અને છોડ ઉપર બહુ બધા ફૂલ ખીલે એવા પ્રયત્ન કરશો.

This is the basic difference between like and love!

મારો દીકરો : wow mamma you are a genius, તને ખબર છે આજે મારી મિસ. અમને કહેતી હતી કે ભગવાન બુદ્ધને કોઈએ પૂછ્યું લવ અને લાઈક વચ્ચે શું ફરક છે, તો એમણે પણ સેમ તારા જેવો જ જવાબ આપેલો, ઉદાહરણ પણ ગુલાબનાં ફૂલનું જ આપેલું.

વેલ...મને મજા તો બહુ આવી પણ પછી મેં કહી જ દીધું કે, “બેટાજી ભગવાન બુદ્ધને મેં પણ વાંચ્યા છે અને જે તારી મિસે આજે તને કહ્યું એ મેં ઘણા વખત પહેલા વાંચેલું."

ટુંકમાં વોટ્સેપ પર મળતું જ્ઞાન ઘણીવાર કામમાં આવી જાય... બસ એને સમજીને યાદ રાખવું પડે! ?

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111261465

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now