આજે ફરી કંઇક લખવાનો પ્રયાસ કરું છુ એના માટે જેના દરેક લીધેલાં નિર્ણયમાં ફક્ત પ્રેમ હોય છે પણ દરેક સંતાનને એ સમજવામાં સમય લાગી જાય છે અને એ એક પિતા હોય છે. મારો આ એક નાનો પ્રયાસ છે એ યોગદાનને સરાહવાનો.
તમારી આંગળી પકડી ચાલતા શીખી, ક્યારેય ના પાડવાની બીકે
પણ જ્યારે ઠોકર વાગી ત્યારે તમે સાથે હતા મને સંભાળવા માટે
તમારો જ હાથ પકડી આગળ વધી, ક્યારેય પાછળ ના હટવા માટે
પણ જ્યારે પાછા હટવાનો સમય આવ્યો ત્યારે તમે સાથે હતા મને આગળ વધારવા માટે
તમારાં મારા માટે જોયેલા દરેક સપના, બધાં પૂરા કરવાનાં સંકલ્પ સાથે
પણ જ્યારે કોઇક સપનું તૂટ્યું ત્યારે તમે સાથે હતા એને સાકાર કરવાની પ્રેરણા બનીને
તમારા એ શબ્દો જે મને દરેક સમયે હિંમત આપતા, ક્યારેય હાર ના માનવા માટે
પણ જ્યારે કોઇક હારનો સામનો કર્યો ત્યારે તમે સાથે હતા જીતનો રસ્તો બતાવવા
તમારા એ દરેક નિર્ણય જે તમે મારી માટે લીધાં,હંમેશા મારુ સારું વિચારીને
પણ જ્યારે મે મનમાની કરી ત્યારે તમે સાથે હતા મારો સાથ આપવા
આજે તો હું તમારી સાથે છું પણ ક્યારેક યે સમય આવશે જ્યારે તમે મને પોતાના હાથે વિદાય આપશો. મારો હાથ બીજા કોઇકના હાથમાં આપી એ વિશ્વાસ સાથે કે ઐ પણ મારુ એટલું જ ધ્યાન રાખશે. મારે આ આંગળી, હાથ, આંગણું અને ઘર છોડી જવું પડશે પણ મને ખબર છે તમારા દિલમાં મારી જગ્યા હંમેશા રહેશે.
Father,
Son's first hero,
Daughter's first love
- Kinjal Patel (Kira)