મિલનનાં સંસ્મરણો હૃદયમાં સંઘરી રાખ્યાં છે.
એના આધારે ભાવિને ઉજ્જવળ ભાખ્યાં છે.
પ્રવેશી નયનદ્વારેથી ઉરે આસન થયાં તમારાં,
કૈંક હરાયાંની અનુભૂતિને સર્વસ્વ માન્યાં છે.
નથી આ વિષય બુદ્ધિનો કે તર્ક કરી શકાય છે,
આપવા રામને બોર ખુદ અમે જ ચાખ્યાં છે.
શબ્દોની પરાકાષ્ઠાએ વાણી નિરુત્તર થૈ જતી,
અનુભવના આધારે અંશોને અમે લખ્યા છે.
વસંતમાં પાનખરને પાનખરમાંય વસંત જોઈને,
આંસુમાં કલમ બોળીને અતીતને ટાંક્યા છે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.