Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રવિવારની આજની સાંજ ફરી એક ફિલ્મ જોવામાં ગાળી, “છીછોરે" અને ફરીથી મારે કહેવું જ પડશે...? ફિલ્મ!

હમણાંથી સલમાન કે આમિર કે અક્ષયની ફિલ્મ જોવાની જેટલી મજા નથી આવતી એટલી મજા આ નવા આવેલા છોકરાઓની ફિલ્મ કરાવી જાય છે, આયુષ્યમાન પછી શુશાંતસિંહ પણ મારો ફેવરીટ કલાકાર બનતો જાય છે.

થોડીક એડલ્ટ કહી શકાય એવી કોમેડી બતાવી છે પણ હોસ્ટેલમાં રહીને ભણતા છોકરાઓને તમે જ્યારે બતાવતાં હો ત્યારે આવું બધું હોઈ શકે એ વાત મન માની લે છે.

ફિલ્મો જોઈને લોકો સુધરી નથી જતા એવું ભલે બધાં કહેતા હોય પણ હું માનું છું કે સો ટકામાંથી પાંચ ટકા લોકો પણ જો સારી ફિલ્મનો મેસેજ સમજી એને અનુસરે તો ફિલ્મ બનાવવાનું લેખે લાગ્યું કહેવાય...

આ ફિલ્મનો મેસેજ છે એન્ટ્રેસ એક્ઝામ આપી રહેલાં છોકરાઓને કેટલો રેન્ક આવશે અને કઈ કોલેજમાં એડમિશન લઈશું એની સાથે સાથે જો આ વખતે એડમિશન ના મળ્યું તો શું...? એ પણ કહેવું, ચર્ચવું જરૂરી છે! નામી કોલેજમાં, એને ગમતી બ્રાંચમાં એડમિશન મળે કે ના મળે તમારું બાળક તમારું વહાલું જ રહેવાનું છે એ એને કહેવું માબાપની ફરજ છે.

ટીમ વર્ક હંમેશા ના ધારેલું પરિણામ આપે છે.... દરેક માણસમાં કેટલીક ખામીઓ તો કેટલીક ખૂબીઓ રહેલી છે બસ જરૂર છે એને ઓળખવાની અને એ તમારાં રસ્તામાં રોડુ બની અવરોધે નહિ પણ સીડીનું પગથિયું બની તમને એક કદમ આગળ લઈ જાય એ રીતે એને ઢાળવાનો ની.. આજના આ કળિયુગમાં માબાપ, ભાઈ બહેન સિવાય મિત્રતા પણ આ કામ સરસ રીતે કરી જાણે છે.

તમે ક્યારેય તમારા બાળકો આગળ તમારી નિષ્ળતાની ચર્ચા કરી છે? એક સામાન્ય સવાલ છે, વિચારી જોજો..?

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111259604

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now