ટ્રાફિકના નવા નિયમોની જ બધે ચર્ચા છે. કોઈ ખુશ છે, તો ઘણાં નારાજ છે. ઘણાં એવાય છે જેને હજી નિયમોની ખબર જ નથી.
આ નિયમો ભારતમાં હતાં પણ ચલણ વધારી સખતાઈથી હવે લાગુ કરવામાં આવ્યા.બધા એમ કે , છે કે કાયદો કડક કર્યો એનો વાંધો નથી પણ ચલણ આટલું બધુ ન હોવું જોઈએ.. પણ આપણે એટલા સિધા છીએ કે સરકાર ચલણ ઓછુ રાખે તોય આપણે જલ્દી ભૂલો કરતા બંધ કરીએ એમ નથી.. માણસ આજના સમયમાં પૈસા પાછળ એવો પડ્યો છે.. ન પૂછો વાત ... પેલા પૈસા યાદ આવે...ને એટલે આપો આપ.. નિયમો પાલન થઈ જાય... અને આ નિયમો અમેરિકામાં જેવાં બીજા અન્ય દેશોમાં છે... જ..ત્યાં આપણા જ લોકો વટથી નિયમો અનુસરે છે.. કેમકે બહારના દેશમાં છે.. એ નિયમો એટલે... આપણો દેશ સાચે આગળ વધી રહ્યો છે બસ આપણે પણ થોડા સહકાર આપવાની જરૂર છે... તકલીફ મને પણ છે તમને પણ છે.. પણ આવનારી પેઢીને તકલિફ ન પડે બસ એ માટે આપણી આજ આપણે સુધારીએ..
18 વર્ષથી નાના બાળકો જ્યારે બેફામ.. સ્ટાઈલો મારતા વાહનો ચલાવે.. આટલેથી આટલે પણ ચાલીને તો ન જ જવાય... દારૂપીનારા થી જેટલા રોડ અક્સમાત થાય છે.. એમાં ઘણાં નિર્દોષ પણ એમની સાથે જીવ ગુમાવે છે..હું હાલ જ્યાં રહું છું એ રોડ પર 100 કિ.મીએ એક અક્સમાત રોજ જ હોય છે એમાં વધારે ગાડીઓની વર્ધી મારતી વાન .. ઓવરલોડ ખટારા અને દારૂપી ચલાવતા વાહન જ હોય છે... તો મિત્રો આ તો મેં ફક્ત 100 કિ.મી રોડની જ વાત કરી આખા દેશમાં તો અસંખ્ય અકસ્માતો થતા હશે.તમે એમ કેશો જ કે રોડ તો જુઓ......? પહલા આપણે પ્રામાણિકતાથી નિયમોનું પાલન ચાલુ કરી દઈએ... પછી કદાચ સરકાર ચલણ પણ ઓછુ કરી.. દે.... અને રોડ સારા કરવાની માગણી પણ સરકાર અમલ કરે......આમા, પાછુ ભાજપ કોગ્રેસનાં વિચારો ન લાવતા... આપણા દેશનું વિચારજો.... આપણે બદલાશું તો દેશ આપો આપ બદલાઈ જશે.....??
તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો....???