યુધ્ધના આઘાત વેઠીને ઉભો છું
હું બધા હથિયાર મેલીને ઉભો છું
કલ્પનાથી પણ કદમ ધ્રુજી ઉઠે
એટલો અંધાર ઠેકીને ઉભો છું
કેમ એની યાદને ઘુંટ્યા કરુ છું ?
નામ જેનું હમણાં ચેકીને ઉભો છું
જોઇયે કોની કટારી ક્યાં અડી ?
હું બધાને હાલ ભેટીને ઉભો છું
એ ઉભા છે આજ ઉંચકીને ખભે
હું વિતેલી કાલ ઓઢીને ઉભો છું.