મા બાપ એટલે શું!
આજ કાલના છોકરાંઓને જરાય ખબર પડતી નથી કે મા બાપ એટલે શું! પરંતુ જુના જમાનાના લોકો સારી રીતે જાણતા હશે કે માબાપ એટલે સર્વ..બધાજ દેવ દેવતાઓ તેમનામાં સમાઇ જાય એટલે જ માબાપ..કહેવાય છે કે પ્રથમ વંદન માતાપિતાને ને બીજુ વંદન ભગવાનને ને ત્રીજુ વંદન તમારા ગુરુને, પણ જો તે ખરેખર ગુરુ જેવુ જ્ઞાન, આચાર, સંસ્કાર ધરાવતા હોય તો જ ગુરુ! પણ આજના ગુરુઓ તો ઘણા અંતર્યામી હોયછે જે આપણે નથી ઇચ્છતા તે પણ તે કરી બેસે છે...ગુરુનું બીજુ નામ તે જ ભગવાન જે આપણને સારા સંસ્કાર આપે, સાચી સલાહ આપે, ને આપણને સારુ એવુ જીવન જીવવાનું જ્ઞાન આપે તે જ સાચા ગુરુ કહેવાય...
જયાં સુધી આપણી પાસે આપણા માબાપ છે ત્યા સુધી આપણને કોઇ જ ચિંતા હોતી નથી કારણકે આપણી બધી જ ચિંતાઓ તેઓ જ પોતાના માથે લઇ લેતા હોયછે..
વરસો પહેલા આજકાલ જેવા ઘરડાંઘર હતા નહી કારણકે દરેક માબાપ પોતાના સંતાનો સાથે જ સંપથી રહેતા હતા સૈ સાથે મળીને જ જમવા બેસતા ને નવરાશના સમયે વાતો પણ સાથે જ હસી મજાકથી કરતાં, પણ આજે માબાપ સહેજ પોતાના છોકરાંને કંઇક કહે તે જરાય ગમતુ હોતુ નથી ને ઉપરથી પાછા તેમને જ સંભળાવે કે અમારી જીંદગીમાં તમારે માથુ જરાય મારવું નહીં તમને ફાવે તો અમારી સાથે રહો નહી તો જાવ ઘરડાઘરમાં! ઘણા અખબારોમાં સમાચારો આજ કાલ છપાય છે કે ફલાણા માબાપે સંતાનોના ત્રાસથી આપઘાત કર્યો..કોઇ નદીમાં પડે તો કોઇ ઉચી બિલ્ડીંગ ઉપરથી કૂદે તો ઝેરી દવા પી ને મરે..શુ જમાનો છે આજનો! કહેવત છે કે ઘરડાં વગર ઘર ના ચાલે ને ઘરડાં જ ગાડુ વાળે આ કહેવતો ઘરડાંએ ખોટી નથી કહી! સાચે જ તે કહેવતો પછી યાદ આવેછે કે જયારે તેઓ આપણી વચ્ચેથી કાયમ માટેથી ચાલ્યા જાયછે ને પછી જ તેમની સાચી કિંમત આપણને જાણવા મળે છે કે માબાપ એટલે શું! જવાનીનું જોશ ને બે પૈસો હાથ ઉપર હોય એટલે લોકો પોતાના માબાપને ભુલી જતા હોયછે..પણ બેટા દુનિયામાં તને બધુ જ મળશે પણ એક માબાપ તને ફરી વારંવાર કદી નથી મળવાના.
તે આજના યુવાનોએ યાદ રાખવા જેવુ છે..પહેલા ના સમયમાં છોકરો પોતાના માબાપને ચારેય ધામ જાત્રા કરાવતો હતો ને આજનો છોકરો પોતાના સંતાનોને માબાપના ભરોસે ઘેર મુકીને આબુ અંબાજી પાવાગઢ ફરીને આવેછે પોતે ફરી આવશે પણ સાથે તેના માબાપ હોય તો તેને જરાય ગમતુ નથી કારણકે સાથે હોય તો જરાક તેના રંગમાં પણ ભંગ પડે તેવુ તે માને છે!
હુ એમ નથી કહેતો કે તમે તેમની દરરોજ પૂજા કરો કે આરતી ઉતારો પણ બસ તેમને તેમની બાકી જિંદગીમાં જરાય દુ:ખ ના આપો કારણે તેમને તેમની આખી જીંદગી તમારા જ માટે ઘણુ દુ:ખ વેઠીને તમને મોટા કર્યા છે તમને વાંચતા લખતા શિખવાડયુ માટે હવે તેમને જરાય દુ:ખ ના પડે તે તમારે જોવાનુ છે તેથી તમે પણ તેમની જગ્યાએ એકવાર તો આવવાના જ છો કારણકે તમારે પણ તમારાં છોકરાંને તમારે જ મોટા કરવાના છે ભણાવવાના પણ છે ને તેથી જ તમને પણ તેમના દુ:ખનો અહેસાસ એક દિવસ થવાનો જ છે.
માટે જ જયાં સુધી તમારા માબાપ તમારી સાથેછે ત્યા સુધી તમે ચિંતા મુકત રહેશો ને જયારે તેઓ તમારી સાથે નહી હોય તો તમારી ને તમારા પરિવારની જીંદગી તમારે જ સાચવવાની છે.