❛તું મળે તો ઉજાસ થઈ જાશે,
આંખનો પણ વિકાસ થઈ જાશે.
ચાલ તારા વિચારમાં આવું,
એ બહાને પ્રવાસ થઈ જાશે.
એમ માનીને રોજ જીવું છું,
કાલે દુનિયા ખલાસ થઈ જાશે.
એક દિ’ આ બધાં સ્મરણ તારાં,
મારી ગઝલોના પ્રાસ થઈ જાશે.
એને મંદિરની બ્હાર ના કાઢો,
ખાલી ખોટો ઉદાસ થઈ જાશે.❜
- મિલિન્દ ગઢવી