હું
બેઠી
પરસાળમાં
હાથમાં લઇ કાન. મા
તું કયારે મને
પદરવ સંભળાવીશ મા?
હું
બેઠી
પરસાળમાં
આંખો બિછાવીના વાટ. મા
તું કયારે સૂરત દૈખાડીશ મા?
હું
બેઠી
પરસાળમાં
શમણાની ડાળ લઇ હાથમાં
તું કયારે ડાળ સજાવીશ મા?
હે ગજાનન
વિઘ્ન હરંતા
મંગલ કરંતા
દુઃખ હરંતા
સુખ કરંતા
સર્વ દેવોમાં પ્રથમ સ્થાન તારૂ
સર્વ પહેલા થતું પૂજન તારૂ
લાભ શુભ રિધ્ધિ સિધ્ધિના દાતા
શુધ્ધ બુધના સ્વામી
તારુ કાયમ રહે
હ્રદયમાં સ્થાપન
કેમ કરી શકું હું તારૂ બાપ્પા વિસર્જન?
ખયાલ માત્રથી. થરથરતું મન
ગાત્રોમાં થતું કંપન
તને કેમ કરું જળમાં વિલિન?
અક્ષતના સ્વામી
તમને કેમ કરૂ વિક્ષત?
હે ગજાનન
કાયમ રહે. મારા. હ્રદયમાં તવ સ્થાપન!
તારાથી
દૂર સુદૂર
મેં મારો આવાસ ચણ્યો
છતાંય
હું જે ગલીમાં
મારા ચરણ રાખવા જાવ છું
ત્યાં. ત્યાં
આગળ-આગળ
તારા ચરણની છાપ છે!