ટૂંકી વાર્તા..
અનુભૂતિ ..
સંસાર ના વિશાળ રંગમંચ પર દરેકને જીવનની વાર્તા ના નાયક ને નાયિકા ના પાત્ર મા કે પટ પર ભજવાતા પાત્રોમાં પોતાના પાત્રની અનુભૂતિ થતી હોય છે.
જાન ને જાનુ બંને પોતપોતાના જીવન સંસારમાં મગ્ન જીવન જીવી રહ્યા હતા.બન્ને નાે સંસાર કંઈક અંશે સુખી હતો. જાનુ થોડી મહત્વાકાંક્ષી હતી.જાન આમેય થોડો પોતાનામય ,ને પુરૂષ સહજ લાગણીશીલ .ઘણા વરસો પછી બન્ને જાણ્યા છતા અજાણ્યા થઈ મળ્યા..પ્રોઢા અવસ્થા પણ લાગણી તો એજ હતી..મૌન બન્ને જણ નો સંવાદ બની ગયો ન બોલી ઘણું બઘુ બોલાય ગયું.હૃદયના સ્પર્શની વેદના ..એકબીજા ના ખબર પૂછી વર્ણવી દીધી .
વરસો પછી શુ ??દેહનુ આકર્ષણ શુ હોય..?પણ મન મા સંવાદ ચાલી રહ્યો.આંખ મીચી ને યાદોને મમળાવી લીધી.પ્રત્યક્ષતા અનુભવી લીધી.ભગવાન લોહીના સંબંધો નથી બાંધતો એકબીજાને મેળવી ને મનની અનુકંપાને જોડે છે.પણ છતા તે સંબધ તો છે જ.કોણ ક્યા ને ક્યારે જોડ્ય જાય કયા ખબર રહે છે??જાન ને ધણુ બધુ કહેવું હતું ..પણ શબ્દો ખૂટી ગયા હતા,મન ફરી મળાશે કે નહિ દ્વિધા મા હતું ને જાનુ તો અધીરી થઈ ગઈ હતી.ત્યા જાનુ એ એક ગીત ગાવા જાન ને કહ્યુ ને હૈયાના બંધ દાર પર ટકોરો કરી ગીત નહિ પણ બે નાના અશ્રું પુરૂષ ની આંખ મા સરી ગયા ને જાનુ એ જે અનુભૂતિ કરી તે એ આટલા વરસોની વેદનાની હતી.
કાંઈ પણ ન બોલી જાનુ ઊભી થઈ એ બે અશ્રું ને પોતાની તર્જની થી લુછી ધીરે પગલે હૈયા મા એ અનુભૂતિ લઈ મૂક મન લઈ ચાલી ગઈ..શુ આ "અનુભૂતિ "શબ્દો મા વર્ણવી શકાય..!!!
જયશ્રી પટેલ