જીવનસાથી એમના બની થોડું એમની સાથે
જીવવું તુ...
પડછાયા મા એમના પડછાયો અમારો છુપાવવા
એમાં છુપાવવુ તુ...
એમના કદમથી કદમ મિલાવી ને થોડું એમની
સાથે ચાલવું તુ...
બાહોશ મા એમની જકડાઈ નૈન નીચા ઢાળી
થોડું શરમાવું તુ...
એમની દરેક મીઠી યાદો ને યાદ કરી એકલા મા
થોડું મલકાવું તુ...
અમારે પણ પૂનમ ના ચાંદ ચમકે તેમ થોડું
ચમકવુ તૂ...
ઇરાદા કંઇક અલગ હતાં એમના એમને
બસ અમાસ નું અંધારુ અમને સોપવુ તૂ...