મારા મન ને શું ગમે ?
આવળ, બાવળ ને બોરડી,
ગામડાં ગામે એક નાની ઓરડી.
મકાન નાના ને મોટા ફળિયા,
માણસ મળે ત્યાં મન નાં ભોળિયા,
એક હાકલ ને વડે ટોળિયા.
ઝાડ નીચે હોય ખાટલા,
લુંગડા ભલે પેહર્યા હોય ફાટલા.
તો પણ મન મોટાં ને ,
માયાળુ એવા ભાભલાં,
તોરણીયે દેખો તમ આભલાં.
સાંજ પડે ને સાંભરે ચોરો,
દાદા આંગાડીએ હોઈ એક છોરો.
ઘર હોય ભલે એમના કાચાં ,
છતાં, માણસ મન થી હોય એ સાચા.
અતિથિ દેખી જાણે ભગવાન ભાળે,
અજાણ્યા નાં દુઃખ જોઈ ખૂદ નાં જીવ બાળે,
મદદ કાજે તૈયાર કોઈ પણ કાળે,
સઃભાગી બની રે પડોશ ના દાળે,
જાતી બદલી લે એ માનવતા પાળે,
પંખીઓ નો કલરવ ત્યાં ડાળે ડાળે,
ખુદ ભોળાનાથ એમની દૌર સંભાળે...