સાવ અજાણ્યાં રસ્તા વચ્ચે ઉભા છીએ
મૃત્યુ ના ઓછાયા વચ્ચે ઉભા છીએ
વ્યર્થ છે ,આ તારું, આ મારુ રહેવા દે!
અણધારી ઘટના વચ્ચે ઉભા છીએ
ખબર નથી કે આવતી ક્ષણે શુ થશે પણ,
સપના ઓ ના દરિયા વચ્ચે ઉભા છીએ
પસાર થાય છે દિવસો બુલેટ ટ્રેન માફક
ઈચ્છા ઓના ધાડા વચ્ચે ઉભા છીએ
માત્ર સહેજ હસવાની હતી ઘટના "આકાશ"
બસ ત્યારથી અફવા વચ્ચે ઉભા છીએ
-આકાશ પટેલ મોરબી