Gujarati Quote in Blog by Dakshesh Inamdar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://www.facebook.com/RanghridayambyDaksheshInamdar/videos/2283964545248600/?sfnsn=scwspmo&s=1443990399&vh=e




ટીકાકારો રાધાનાં પ્રેમ સામે કૃષ્ણનાં પ્રેમને ઊણો ઉતારે છે...પણ ...રાધાકાનાનાં પ્રેમનું મૂલ્યાંકન કરનારાં આપણે કોણ? રાધાકૃષ્ણનો પ્રેમ અમર છે એનું મૂલ્યાંકન જ ના હોય.

        *મારા "દિલ"ની દ્રષ્ટિએ રાધાકૃષ્ણ નો "અમર પ્રેમ".....* 


 *કાનાએ રાધાને કર્યો પ્રેમ એવો ...* 


કાનાએ રાધાને કર્યો પ્રેમ એવો કોઈએ ના કર્યો એવો.

રાધા રાધા કહી પાગલ થયો પૂર્ણ પ્રેમની સ્વાદ કરાવ્યો.

વૃંદાવનનો રાસરસિલો રાધારમણ ગોવિંદ કન્હૈયો.

મુરલીધર માખણચોર કાનો રાધા સંગ પ્રેમમાં ડૂબ્યો.

રાધા વિના કૃષ્ણ અધુરો કૃષ્ણ વિના રાધાને ના ભાયો.

રાસ રમતા કૃષ્ણને હર જીવમાં રાધા રાધાને જ દિસતો .

રાધાએ કર્યો પ્રેમ અમર કાનાએ એ સદાય નિભાવ્યો.

વિરહમાં રાધાએ ના આંસુ પાડયા કાનાને આંખમાં સમાવ્યો.

વિરહ સહી કાનાએ ફરજ કાજે હસ્તિનાપુર સિધાવ્યો.

કદીના ભૂલી રાધા કાનાને તો યાદ કેમ કરી આવ્યો?.

દુરી કરી રાધાથી કાનાએ પણ જગને ગીતા જ્ઞાન કહાવ્યો.

ઓછો ના આંકશો પ્રેમ કાનાનો અંતે દ્વારકાદીશ કહેવાયો.

મીઠાં જમુનાના પાણી છોડી સાગરનાં ખારા વધાવ્યા.

જળ મીઠાં આપ્યાં જગને આંખનાં આંસુ સાગરમાં સમાવ્યા.

કર્મયોગી બની કૃષ્ણએ જગને સાચો માર્ગ બતાવ્યો .

"દિલ"માં રહી સદાય રાધા છતાંય એ રણછોડ કહેવાયો.

 *દક્ષેશ ઇનામદાર."દિલ".* .

Gujarati Blog by Dakshesh Inamdar : 111246643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now