એક દાયકા પછી ફરી પહેલા પ્રેમ નો અહેસાસ થયો,
હ્રદય ના ઊંડાણથી તારા પ્રતેક શ્વાસો થી પ્રેમ થયો.
યાદ આવે છે એ બધીજ વાતો,
જે તું સાંભળતી ને હું કહેતો.
યાદ આવે ને આંખો મિચુ તો તું દેખાય છે,
જાણે હવા માં તારો સ્પર્શ અનુભવાય છે.
પ્રેમની બધીજ વાતો કરવી છે તને,
મળવા આવીશ ? મળવું છે તને.
શબ્દો નહિ પણ આંખોથી વાત કરીશ,
દૂર રહી મારા પ્રેમ ના રંગોથી રંગાવિશ.
નિલેશ
27 sep 2018