Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર્તા નં ૬
નમસ્તે બાળકો,
ક્યા ફરિઆવ્યા...?જરૂર મજા કરી હશે નહિ?મંગળવાર આવ્યો એટલે તમારી જોડે વાર્તા કરવાનું મન થઈ આવ્યું .આજે ફરી બકા જમાદાર ફરવા નિકળ્યા ને જઈ પહોંચ્યા અમદાવાદ...
વાર્તા ન ૬
બકા જમાદાર કુટુંબ કબીલા સાથે પહોંચ્યા
અમદાવાદ. ફરવાના પોગ્રામ બન્યો સાબરમતી
આશ્રમ જોવા. બાળકોને ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે આઝાદી ની ચળવળ માટે વર્ધા,અમદાવાદ વગેરે સ્થળોએ
આશ્રમ શરૂ કર્યા હતા.આઝાદી પછી પણ બધા ત્યા મુલાકાત માટે જાય ને આનંદ લે.
બકાજમાદારને બહુ જ ગમે ત્યા જવાનું તેઓ
બકેસર તેમની દીકરી બકી ને તેમના પત્નીબકરીબહેનને લઈ પહોંચ્યા. બકેસર તો પ્રશ્નો ની ઝડી વરસાવે...પહેલા જોયા ત્રણ
બંદર પહેલો બંદર મોં પર હાથ એટલે અસત્ય ન બોલો ,ખોટું ન બોલો શિખવે,બીજો બંદર
કાન પર હાથ એટલે અસત્ય ન સાંભળો કેખોટુ ન સાંભળો ને ત્રીજો બંદર આંખોં પર હાથ એટલે અસત્ય ન જૂઓ કે ખોટુંનો જૂઓની સીખ આપે .બકેસર ને બકી તો બહુ જ પ્રભાવિત થયા.જોશ મા આવી પિતાશ્રીને
વચન આપ્યું અમે પણ આ વેણ પાળશું. બાળકો ફરવા જાઓ પણ સારૂ જોવા મળે કે શિખવા મળે જરૂર અમલ માં મૂકો તે પણ સાચા હૃદય થી.
ઘણાં ફોટોગ્રાફ જોયા તેમા એક ફોટો બકેસર ને ખૂબ ગમી ગયો ને હતો ગાંધીજી સાથે એક બકરી ને નાનો છોકરો નદી ના તટ પર ચાલી રહ્યા હતા.બકેસર ને એમ કે આ ગાંધીજી નો પુત્ર હશે.પણ બકાજમાદારે
કહ્યુ કે એ તો કોઈ આશ્રમવાસીનો પુત્ર હતો ને બકરી તેની હતી.એકવાર એ નદી કિનારે પાણી વેડફી રહ્યો હતો ને ગાંધીજીએ તેને રોક્યો હતો . તો એ કહે આટલું બધુ પાણી તો વહે છે...બાળકો તમને ખબર છે પાણી નો વ્યય ન કરવો જોઈએ જ્યારે એક ગ્લાસ થી ચાલતું હોય તો અડધો ગ્લાસ વાપરો આગળ જતા પાણી ખૂબ જરૂર પડશે.ગાંધીજીએ તેને સમજાવ્યું કે લોટો પાણી તો આંખો દિવસ ચાલે.આપણે બ્રશ કરતા નળ ચાલું રાખીએ તો કેટલું પાણી વેડફાય જાય...બાલ્ટી ભરાયા પછી પાણી જવા દઈએ તો પણ. હવે બરકેશ ને બકી લવારીને બન્ને ની સમજમાં આવ્યું કે પાણી કેટલું વેડફે છે બન્ને જણ.મનમાં બન્ને ભાઈ બહેને નક્કી કર્યુ કે હવે ટીપે ટીપું પણી સાચવશે. કહેવત છે બાળકો કે ટીપે ટીપે સરોવર ભરાય.
તે પછી ગાંધીજીની એરડી જોઈ સાદી
સીધી એરડી હતી, કસ્તુરબા નો ઓરડો સાદો સીધો હતો. મીરાબેન જે ફ્રેન્ચ હતા ને ગાંધીજીની સેવા કરવા આશ્રમમાં રહેતા તેમનો
પણ ઓરડો સાદગી ભરેલો હતો.આમ ગાંધીજીના ગ્રંથાલય મા પુસ્તકો ને ચરખો પણ જોયો. ખાદીના વસ્ત્રો ને ખાદીભંડાર જોયો.
બાળકો જરૂર સમય મળે તો સાબરમતી આશ્રમ જોઈ આવજો એવુ ત્યાની નોંધપોથીમાં બકેસરે લખ્યું છે જશોને ..નવું જોવા મળશે,શિખવા મળશે ને ગાંધીજી ને વધુ ઓળખી પણ સકશો.
કેવી લાગી બકાજમાદાર આશ્રમની મુલાકાત. હુ તમારી મિત્ર શ્રી તો વારંવાર જાઉ છું. હમેશાં નવું સીખીને આવું છું.
મજા આવીને..?અમદાવાદ જાઓ જરૂર મુલાકાત લેજો .
તમારી મિત્ર..
શ્રી
૨૨/૫/૧૮

Gujarati Story by Jayshree Patel : 111243241
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now