Gujarati Quote in Thought by Kinjal Dipesh Pandya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

??? સ્વતંત્રતા ???

સ્વતંત્રત દેશની આપણે સ્વતંત્ર પ્રજા. સ્વતંત્રતા એટલે આઝાદી. દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની, દેશના ગમે એ રાજ્યમાં રહેવાની, પ્રધાન સેવક કે મંત્રીઓને પસંદ કરવાની અને આપણે જ પસંદ કરી અને પછી એમના વિશે ગમે એ મંતવ્યો આપવાની, ગમે એ ધર્મ પાળવાની, ગમે એ વ્યવસાય કરવાની વગેરે બધી જ સ્વતંત્રતા આપણ ને છે અથવા તો આપણા દેશમાં છે.
આપણો ભારત દેશ, આપણો સમાજ, આપણી સંસ્કૃતિ બધું જ એ ઋષીમુનીઓની દેન છે. આપણે સૌ એમની જ સંતાનો છીએ.એટલે એનો અર્થ એ થાય કે આપણામાં સંસ્કાર જન્મજાત જ આવેલા, આપણે સંસ્કારી પ્રજા.
તો પછી એમનાં જ સંતાનો થઈ ને આ ઈશ્વરની ભૂમિને અપવિત્ર કેવી રીતે કરી શકીએ?? ભ્રષ્ટાચાર,.લૂંટફાટ, બળાત્કાર વગેરે દૂષણો કેમ??આપણી સ્વતંત્રતા સ્વચ્છદંતતામાં ક્યારે અને કેમ ફેરવાય ગઈ??? આપણે પાશ્ર્વાત્ય સંસ્કૃતિ પાછળ આંધળી દોટ મૂકી છે. પણ એ તો જુઓ કે એ જ પરદેશીઓ હવે ભારત તરફ આકર્ષિત થઈને આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યાં છે.

શ્રી કૃષ્ણ પોતે સ્વતંત્રતામાં માનતા હતા અથવા દ્રઢ પણે માનતા હતા એમ કહું તો અતિશયોક્તિ ન થાય.એમને પણ કદી બંધન ગમ્યા જ નથી.પણ હા, એ કદી સ્વચ્છન્દી નથી બન્યા.

હજી પણ મોડું નથી થયું. હજી આપણામાં માનવતા કયાંક ને કયાંક ધબકે છે. તો સ્વતંત્રતા નો સદઉપયોગ કરી આવનારી પેઢી ને સંસ્કારનો વારસો આપી જઈએ. કહેવાય છે ને કે "કૂવામાં હોય તો હવાડામાં આવે ને!!?" આપણે જ આપણાં પગ પર કુહાડી મારી રહ્યા છીએ પછી આપણાંથી આપણાં સંતાનો પાસે કોઈ અપેક્ષા ન રાખી શકીએ અને રાખવી પણ નઈ.

એક શિક્ષક તરીકે અથવા તો એક લેખક તરીકે મારી વિનંતી કહો તો એ અને ચેતવણી સમજો તો એ, કારણ આપણા પતન ના જવાબદાર આપણે જ છીએ. હા આપણે જ આજ ના માં બાપ.

કારણ કહું એનું??? તો સાંભળો...
હું એક શિક્ષક છું, સામાજીક વિજ્ઞાનની અને વિરોધાભાસ જુઓ સાથે અંગ્રેજી ની પણ. એટલે મારે અંગ્રેજી ની સાથે સાથે આપણા સમાજથી પણ મારા બાળકોને .. અરે મારા મિત્રો ને ... મારા વિદ્યાર્થીઓ ને તરબોળ રાખવાના. એક દિવસ આમજ રામાયણ ની વાત નીકળી બધા પાત્રો ની ચર્ચા કરતા હતાં તો મેં પૂછ્યું લક્ષ્મણ ની પત્ની નું નામ શું??? કોઈ એ જવાબ ન આપ્યો... તમને ખબર છે??? થયું ચાલ કંઈ નહીં.. બીજો સવાલ રામાયણ કોણે લખેલું??? કોઈ જવાબ નહીં??? પછી પૂછ્યું આપણા ધર્મ ગ્રંથો કેટલા અને કયા કયા???? કલાસ આખો શાંત.
હવે તમે કેમ શાંત થઈ ગયા???????
આ પ્રશ્નનો મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ ને પૂછ્યા હતાં.

આમાં દોશી જેટલાં માં બાપ છે એટલાં જ અમે શિક્ષકો પણ છીએ. પાયા માં, માં બાપ સાથે અમે પણ આવીએ જ.
તમારા નાનાં બાળગોપાળો ને પહેલો શબ્દ અંગ્રેજી માં A શિખવવા કરતાં પહેલો શબ્દ " રામ " લખતાં શીખવો. અને જો જો જલ્દી રામ લખતાં અને બોલતા પણ આવડી જશે કારણ એ આપણા લોહીમાં છે.

આપણે અંગ્રેજોથી તો આઝાદ થઈ ગયા પણ કાયમ માટે એમનાં ગુલામો થઈ જ ગયાં. ખરી સ્વતંત્રતા ત્યારે જ મળશે જ્યારે ફરી ભારત મહાન સંસ્કૃતિનું સિંચન અને જાળવણી કરશે. અને આવનારી પેઢીઓને સાચું જ્ઞાન અને સંસ્કૃતિનો વારસો આપશે.
જય હિંદ
જય ભારત.

-કુંજદીપ.

Gujarati Thought by Kinjal Dipesh Pandya : 111243161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now