Gujarati Quote in Poem by kundan langalia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માધવ તારા અધર પર
તું ધરે...મારે વાંસળી બનવું છે
માધવ તારા મસ્તક પર
તું ધરે...મારે મોરપીંછ થાવું છે
માધવ તારા બદન પર
તું ધરે..મારે ઉપરણી થાવું છે.
માધવ ઉરમાહીં
તું ધરે ..મારે ધબકાર થવું છે
માધવ જતન કર
તું મારૂ..મારે મતવાલી મીરાં થાવું છે!





માધવ...માધવ..માધવ
એકવાર ઘડીભર
તું બની જા રાધા
તારું હ્રદય રાધાનુઃ થશે
તો પછી....?
બધી જ વ્યથા વંચાઇ જાય
બધા દરદની દવા મળી જાય
મારૂ દરદ ઉકેલાય જાય
તું તારા મનને
માખણ જેવું મુલાયમ કરી લે
પછી...પછી?
મારી આંખને
મારા હૈયાને
મારા હોઠને
કશું જ ઉચ્ચરવું નહી પડે
ખરૂ ને?

Gujarati Poem by kundan langalia : 111241851
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now