" પાર્સલ "
22મી ઓગસ્ટ એટલે મારો જન્મદિવસ . સવારના પહોરમાં એક પાર્સલ આવ્યું . ભાઈએ બૂમ પાડી . યશ .... તારું પાર્સલ છે અને તેને સહી કરીને પેલા ભાઈને રવાનો કર્યો . હું આવ્યો અને કહ્યું લાવ પાર્સલ , ખોલ્યું તો ગ્રીન ટી અને એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું કે , " ચા એટલે હાનિકારક પીણું .. બહુ પીઓ છો જે મને હવે અસહ્ય થાય છે કેમ કે તમને કંઈક થઈ જશે તો ? તમારા લગ્ન કરાવવાના છે હજુ . તમારે ઘણું લખવાનું છે અમને પીરસવાનું છે સારી ફિલ્મો બનાવવાની છે તેમજ અમને કંઈક રાહ ચીંધવાની છે " મારી આંખોમાંથી આંસુઓ આવી ગયા અને મેં તે ચિઠ્ઠીને પુસ્તકો રાખ્યા છે તે કબાટમાં મુકી અને તે પાર્સલમાંથી ગ્રીન ટીનું પેકેટ કાઢવા જતો તો કે નીંદર ઉડી ગઈ ......
- યશ સોમૈયા ✍
આવાઝ