ત્યારે હું યાદ આવીશ.
ગુમાન નથી કરતો જરાક પણ.
અલગ અલગ ચહેરામાં તું પ્રેમ શોધીશ.
ત્યારે હું યાદ આવીશ.
એવું નથી કહેતો કે નહીં મળે તને કોઈ, તારી ચિંતા તારાથી પણ વધારે કરનાર..
પણ જ્યારે તું તેની ચિંતા કરીશ.
ત્યારે હું યાદ આવીશ.
પ્રેમ, પ્યાર, ઇશ્ક, મહોબ્બત શબ્દો અનેક છે.
પણ આ શબ્દોની સાચી લાગણી સમજીશ.
ત્યારે હું યાદ આવીશ.
ક્યારેક વગર વાંકે માફી માંગી લેતો.
ક્યારેક જાણી જોઈને હારી જતો.
પણ ભૂલ તારી નહીં હોય છતાં તું માફી માંગીશ.
ત્યારે હું યાદ આવીશ.
સમય કરતાં વહેલો પહોંચી જતો,
કહ્યા પહેલા બધું સમજી જતો.
પણ જ્યારે રાહમાં કોઈની રાહ જોઈશ
ત્યારે હું યાદ આવીશ.
થોડો જિદ્દી, થોડો અડિયેલ, થોડો નાદાન, થોડા પાગલ હતો તારા પ્રેમમાં.
ફરી આવો પ્રેમની તુ ઝંખના કરીશ.
ત્યારે હું યાદ આવીશ.
પરિસ્થિતિ પ્રમાણે ઢળતો અને જરૂરિયાત વધારે કદર કરતો.
જ્યારે શાંત મનથી આ બધું વિચારીશ.
ત્યારે હું યાદ આવીશ..
કદાચ હશે તારા અંગત કારણ પ્રેમની મંજિલ આવ્યા પહેલા જ પાછા વળી જવું
પણ એ રસ્તામાં જ્યારે તું ભૂલી પડીશ.
ત્યારે હું યાદ આવીશ...