હમણાં જ એક ભાઇ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન ગયો..
લગભગ એક અઠવાડીયા પહેલા કદાચ એથી પણ વધારે સમય પહેલા એક ભાઇની બહેન બઝારોમાં રક્ષા ખરીદવા ફરતી હતી..કેવી લઉ! મોંઘી લઉ કે સસ્તી! નાની લઉ કે મોટી! કંઇક આવા વિચારો સાથે રાખડીઓની દુકાનોમાં ફરતી હતી..કારણકે 15 મી ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનનો તહેવાર...આવતો હતો
એક બેન પોતાના નાના અથવા મોટાભાઇના હાથે રાખડી બાંધવા તડપાપડ થતી હતી..કયારે રક્ષાબંધનનો દિવસ આવે ને જલદી સવારે નાહી ધોઇને પરવારી ગયેલા ભાઇના હાથે મારી રાખડી બાંધુ !
ને એમ એક પછી એક છલાંગ મારતો રક્ષાબંધનનો દિવસ આવીને ચાલ્યો પણ ગયો...તહેવારો આવેછે ને ચાલ્યા જતા તેમને વાર પણ નથી લાગતી..દરેક વરસે એકપણ તહેવાર આવે જ છે ચાહે રક્ષાબંધન હોય કે ભાઇબીજ...આ બંન્ને તહેવાર એક ભાઇ ને એક બેન વચચે અટુટ પરેમ ને અટુટ લાગણી બતાવતા હોયછે..માતા પિતા તેમની આખી જીદગી સાથે રહેવાના નથી કારણકે તેમની વધેલી ઉમરે એટલે કે તેમના ઘડપણે તો તે ચાલ્યા જ જવાના છે પછી રહી જશે માત્ર ને માત્ર એક ભાઇ ને એક બહેન.
આથી તેમના પવિત્ર પ્રેમમાં જરાય સરખી ઓટ ના આવે તે માટે આ રક્ષાબંધન ને ભાઇબીજ તહેવાર તેમના પ્રેમને સતત જોડી રાખેછે..બહેન પોતાના સાસરે કોઇપણ જગ્યાએ હશે પણ ભાઇના હાથે રાખડી બાંધવા તે દોડી દોડી પોતાના પીયર કે જુદા રહેતા ભાઇને ઘેર આવેછે..તેમ ભાઇ પણ ભાઇબીજના દિવસે બહેન ગમે તેટલી દુર રહેતી હશે પણ તેના ઘરે આ તહેવારે અચુક જાયછે..આ દર્શાવેછે કે જેમ બાપ ને દિકરી વચ્ચેનો જે પ્રેમ હોયછે કે જેમ મા ને દિકરા વચ્ચેનો જે પ્રેમ હોય છે તેવો ગાઢ ને અટુટ ભાઇ ને બહેન વચ્ચેનો પ્રેમ પણ આવો જ હોયછે..
પણ આજે જમાનો જરાક બદલાયેલો છે ઘણા ભાઇ બહેન વચ્ચે અમુક કારણસર નજીવો સંબંધ પણ હોય છે તો ઘણા ભાઇ બહેન વચ્ચે તો બોલવાનો કે મળવાનો પણ સંબંધ હોતો નથી..આ વાત તે લોકો માટેની નથી કે જેઓની સાથે સંબંધ એક માત્ર પુર્ણવિરામ તેમની વચ્ચે હમેશ માટે મુકાઇ ગયુ હોય...ઝગડા થાય તે સ્વાભાવિકછે..તે કાયમ માટે રાખવા ના જોઇએ..તેને ગમેતેમ સમજોતા કરીને ફરી પહેલાની જેમ જે સંબંધ હતો તે રીતે ફરી તેમ બને તેવા પ્રયત્ન કરી લેવો જોઇએ...આવો સંબંધ ખાસ તો મિલકત અથવા પોતાની ભાભીને લીધે બગડતો હોયછે..અથવા તો એકબીજાના કંઇક જુદા એવા ચરિત્રને લીધે પણ બગડતો હોયછે..આમાં યોગ્ય નિર્ણય કરીને બગડેલા સંબંધને સુધારી લેવો જોઇએ..કારણકે એક નાના સુતરાઉ દોરાની એટલી તાકાત હોયછે કે તે પળે પળે બહેને બાંધેલા એ દોરા રુપી રાખડી ભાઇને પડતી દરેક તકલીફોમાં એક સહાય કરેછે...આવનારી મુશકેલીઓમાંથી બચાવેછે..કારણકે રક્ષા બાંધતી વખતે બહેન ભાઇને કહેછે કે મારા ભાઇ તું ખુબ સુખી થજે,હજારો વરસ જીવવાની ભગવાન પાસે દુવા માંગેછે..વધારે પ્રગતિ કરે તેવા એક આર્શીવાદ પણ આપેછે.
આ છે બહેનનો સાચો ને પવિત્ર પ્રેમ..
જેને આપણે રક્ષાબંધનના તહેવાર તરીકે ઉજવીએ છીએ...
આવ મારા ભાઇ તારી આરતી ઉતારીને પ્રેમથી મારી રાખી તારા હાથે બાંધુ....