બ્રહ્માંડના પદાર્થો થકી એક અસીમીત ઉર્જાનો વિસ્ફોટ થયો,
ધગધગતા વાયુનાં ગોળારૂપી નવ(હવે આઠ) ગ્રહોનું નિર્માણ થયું,
પોતે પિતાની પદવી પામી સૂર્ય લાલીત્યમાન થયો,
સમયની સાથે ઠંડા પડતાં અણું-પરમાણુંનું જોડાણ થયું,
સૂર્યની ચોમેર ફરતાં ફરતાં પૃથ્વીનું નિર્માણ થયું,
71% પાણીથી પૃથ્વી ભૂરાં રંગે રંગાઈ રહી,
તારા, ઉલ્કા અને ચંદ્રથી સુંદર એવો શણગાર થયો,
જીવ-જંતુ, પ્રાણી-પક્ષી અને છેલ્લે માણસ સ્થપાઈ ગયાં,
વર્ષોના વર્ષો ફરતાં ફરતાં આમ સૂર્યમંડળ રચાય ગયું...