હાલ રે મનવા હરિનો સાદ સાંભળીએ.
છીએ સંતાનો ,થોડા એના જેવા થઈએ.
ધરતી માતા કરે ઉપકાર કેમ એને વિસરીએ?
ડગલેપગલે દૈવત દાખવી માનવ થૈને રહીએ.
જનેજનમાં હોય જનાર્દન એને રે નિરખીએ..હાલ રે.1.
જળ બચાવીએને વૃક્ષ વાવીએને ઉછેરીએ.
વૃક્ષછેદને હોય વિનાશ એનાથી દૂર જઈએ.
પર્યાવરણના પ્રેમી થઈ સ્વચ્છતા આચરીએ...હાલ રે 2.
કોઈને ના સંતાપીએ, કામમાં સહાય કરીએ.
મહેનત કરી મેળવીએ, દૈવ ભરોસે ના જીવીએ.
વ્યક્તિમાં વસે વિભુ એને કદી ના અવગણીએ....હાલ રે ..3.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.