Gujarati Quote in Thought by Mahendra Sharma

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી પાસે પૈસા હોત તો?

પૈસા દરેક તકલીફ દૂર કરી શકે છે.
તમે એવું માનો છો
તો મહદઅંશે તમે ખોટા હશો.

જે લોકોમાં આવડત નથી એ લોકોએ અઢળક પૈસા ગુમાવ્યા છે, હજી ગુમાવી રહ્યાં છે,

જેમનામાં કોક આવડત છે એ લોકોએ પૈસા નહીં હોવા છતાં ઘણાં મોટા કામ કર્યા છે અને પૈસા પણ બનાવ્યા છે.

પૈસાથી આવડત કેળવવી અઘરી છે
પણ આવડતથી પૈસા બનાવી શકાય.

કોક વ્યક્તિ એક કામમાં સફળ થયો હોય એટલે
ત્યાં તમે પૈસા અને મહેનત કરી સફળ થશો એ પણ જરૂરી નથી,
એક જ કામમાં પડતાં હજારો લોકોને નિરાશા મળે છે અને કોઈ એક કે બે સફળ થઈ જાય છે.

એવું જ જાણે ક્લાસમાં એક કે બે જણ પ્રથમ ક્રમાંક મેળવે બાકી બીજા એમનાથી વધુ મહેનત કરીને પણ પ્રથમ નથી આવી શકતા.

કેમ?
કારણકે સફળતા માટે બે પરિબળ કામ કરે છે
એક ધીરજ અને બીજું ધગશ.

છે તમારામાં તો બસ લગે રહો, સફળતા દૂર નથી...
અને જો તમારામાં એ તત્વ નથી, તો સમય બગડ્યા વગર બીજું કૈંક શોધો જ્યાં ધીરજ અને ધગશને કેળવી શકો.

Gujarati Thought by Mahendra Sharma : 111237310
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now