આ ઘર નથી ઘર લાગતું
તારા વગરનું. મા....આ.
કોને જઇ બતાવવા
જખમો. આ જીગરના?...આ.
ઠોકર ઘણીય વાગે છે
જીવનના પંથમાં
હાથ ઝાલીને મને
કહેશે કોણ મને ખમ્મા?..આ.
નીડના તરણાં બધાં
તિતર બિતર થયાં
ટહૂકા મૂકીને પંખીઓ
સહુ ચાલતા થયા
કયાં જઇને ગોતવા
રસ્તોય મળે ના....આ.
(2)
મા,યાદ છે?
અજંપ મનને
જંપ મળે તે માટેનું અમોઘ શસ્ત્ર
રામબાણ ઇલાજ
તે મને આપેલો
જે આજેય ખપ લાગે છે
આજેય. અજય લાગે છે
તે કહેલું બેટા!
માણસને ન માપી. શકાય
માણસને. ના મૂલવી શકાય
માણસને ના જાણી શકાય
માણસ તો કુદરતની કરામત છે!
માણસ તો કુદરતની. કમાલ છે!
જયારે માણસથી. છેતરાવ
જયારે. માણસથી દુભાવ
જયારે. માણસથી દંડાવ
જયારે માણસથી લૂંટાવ
ત્યારે માત્ર "શ્રી કૃષ્ણ શરણં મમ્"
"શ્રી કૃષ્ણ પાહિમામ્. પાહિમામ્ એ રટવાનું
બસ પછી બધું સમુસૂતરૂં પાર થશે
મારી. ગેરહાજરીમાં
એ તારૂ રક્ષા કવચ થશે
હવે જયારે અજંપાનું મોજું આવે છે
તરત રટુ છું " શ્રી કૃષ્ણ શરણં. મમ્"
ધરપત. થાય છે "પ્રભુ-મા"
મારી સાથ છે!
(3)
ભીષણ હત્યાકાંડ
ખેલાયો
તેનું મહાભારત
રચાયું
કરૌંચ યૂગલ વધ
વિલાપ. દર્દ
આનાથી રચાયું રામાયણ
કાવ્યનું બીજ
દર્દ છે નકકી!