અંતમાં કહી જ દિધુ એને.
કે જરૂરી તો નથી ને?
જેટલો હું ચાહું તને એટલો જ તું પ્રેમ કર
જરૂરી તો નથી ને
હું રાહ જોઈ રહુ તારી ને તું ના પણ આવે તો હું ગુસ્સે થાવ એ જરૂરી તો નથી ને
તું યાદ આવે મને અને તું યાદ જ કર એ
જરૂરી તો નથી ને
ભલે ને મળવાનો સમય તારો જ કેમ ના હોય. પણ તારા થી જ ના અવાય તો
જરૂરી તો નથી ને
ચાલો માફી પણ માંગી લીધી અને વાત બદલાઈ જાય એ
જરૂરી તો નથી ને
વાયદા ભલે અનેક કર્યા છે પણ એ પુરા ન થાય તો
જરૂરી તો નથી ને
તું છે આજ મારાથી ઘણી દૂર. ને હું કહું તું પાછી આવ ને.. તું ના પણ આવે એ
જરૂરી તો નથી ને
મળવાનું મને થાય ને તું ચહેરો પણ ના બતાવ તો
જરૂરી તો નથી ને
અંત મારો કંઈક ખાસ નથી એ સમજી ને પણ તું પાછી ના આવ તો
જરૂરી તો નથી ને