શું લખું અને કેટલું લખું ?
મારું જીવન લખું કે
મારા માટે તારા જીવવાની રીત લખું ?
મારા હૃદયનું લખું કે
મારા માટે તારા ધબકારાનું લખું ?
મનનું માનેલું લખું કે
મારા માટે તારા મનને મારેલું લખું ?
મારા કરેલ કર્મનું લખું કે
મારા માટે તારા નસીબનું લખું ?
જે કંઈ લખીશ એમાં અધુરાશ જ હશે ,
અને એ અધુરાશ સાથે તે મારી જિંદગીની ખ્વાહિશ પુરી કરી હશે..
#માં આજ ના આ અવસર માટે આખરે લખું તો શું લખું ?
#જન્મદિવસ
#અજ્ઞાત