વિવિધતામાં એકતા એ તો છે ભારતની શાન
દેશ એક બોલી અનેક તોય સૌની વાણી એક
સર્વ ધર્મ સરખું સન્માન પવિત્ર સૌના તીર્થ સ્થાન
વેશભૂષા પૂછો ના વાત પાડે એક અનોખી ભાત
નકશો જુઓ જો ભારતનો લાગે એક માત સમાન
કાશ્મીર શીશે મુગુટ સરીખું ચરણ પખાળે કન્યાકુમારી
જમણી ભુજાએ બિરાજે સોમનાથ ને ડાબે દેવી કામાખ્યા
દિલ્હી છે એનું ઋજુ હૃદય ધડકે સદાય દેશ કાજ
ઝાંબાજ સૈનિકો છે દેશની આન, બાન અને શાન
છે એમની વીરતા થકી સદાય મેરા ભારત મહાન