વરદ હસ્ત લંબાવી પ્રભુ બોલ્યા વાણી,
માંગ માંગ કહે તું આશ બધી મન તણી,
કર્મો કહે આપવી તુ ને આખી અમરવતી,
તો ભોગવ નિરાંતે વિલાસ ત્યાંના અતિ.
હું વિનય સહ બોલ્યો પ્રભુ થઈ દયા ઘણી,
પણ મારે ન જોઈએ માયા સર્વે સ્વર્ગ તણી,
મારે તો જોઈએ એક એવી દિવ્ય નગરી,
જયાં કાયમ સાથે રહે મારી સર્વ ભગિની.
અપ્સરાઓ સહ ભોગો અતિ મોહક સહી,
પણ બહેનનાં સ્નેહ સમક્ષ અણુ તુલ્ય પણ નહીં,
સ્વર્ગનાં સુખની જરા પણ નથી આશ,
સદૈવ ઇચ્છું મારી ભગિનીનો સહવાસ.
પ્રભુ પ્રસન્ન થઈ બોલ્યા માગ્યું છે તે અતુલ્ય,
તથાસ્તુઃ કહી આપ્યું મુજને એ અમુલ્ય.