ચાલ કોલંબસ એક નવી દુનિયા શોધીએ,
આ છે એમાં તો ક્યાં કશું રહ્યું છે લેવાનું.
દેશો વચ્ચે ની સરહદોની કાંટાળી દીવાલો,
ભોંકાઈ રહી છે એ હૃદયમાં બની સૂળ હવે.
ભાઈ ભાઈ ના ઝગડા માં તૂટી જતા ઘર માં,
ક્યાં રહ્યો એ માળો કે સોનાની ચીડિયા બેસે.
રાજકારણમાં ખેલાતાં દ્વંદ્વ યુદ્ધ માં હોમાતા
સેંથા ના સિંદૂરો નો રંગ આંખો રંગે છે મારી.
ચાલ કોલંબસ એક નવી દુનિયા શોધીએ,
જ્યાં બધા વચ્ચે એક સંબંધ હોય, પ્રેમનો.
ભાવેશ પરમાર. "આર્યમ્"