Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને રસ્તે જાતાં નીરખતી મારા ઘરની બારી.
તને ભાળી કેવી હરખતી મારા ઘરની બારી.

સૂમસામ શેરી પણ જાણે સજીવન થૈ જતી,
તારામાં સર્વસ્વ પરખતી મારા ઘરની બારી.

માર્ગના દ્રુમો પણ પલ્લવને ફરકાવતાં કેવાં ,
દ્રશ્ય નિહાળીને મરકતી મારા ઘરની બારી.

સુગંધી પુષ્પો પણ તવ શિરે સ્પર્શી જનારાં,
સાફલ્ય જિંદગીનું સમજતી મારા ઘરની બારી.

કરી કોકિલ મયૂર ટહૂકાર આગમનને વધાવે,
અનિમેષ બનીને નિહાળતી મારા ઘરની બારી.

ચૈતન્ય જોષી.  ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111235074
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now