હું આખી જિંદગી આમજ ગણ ગણતી રહીશ
પ્રેમ ના મધુર સંગીત ને વાગોળતી રહીશ
કોણ જાણે ક્યારે ઉભરાઈ આવે વ્હાલ
હું પ્રેમ થી આમ જ છલકતી રહીશ
બુંદે બુંદ ઉછળે ત્યાં સુંધી ટપક્યાં કરીશ
તું શોધ્યા કરે બધે ને હું તારામાં જ નીકળ્યા કરીશ
ઘેરાવો નાખીને તારાં દિલ પર જ છવાયેલી રહીશ
તારું નામ કોતરી અવાજ માં હું સુર રેલાવ્યા કરીશ
શ્વાસ નો ઘૂંટડો ભરી તારાંમાં મારો શ્વાસ છોડ્યા કરીશ
હું આમજ તને મારાંમાં મઢયા કરીશ
જો લાગશે દૂર સઘળું તો હું રસ્તાઓ ખૂંદયા કરીશ
પણ તને પામીને તારામાં જ વહ્યા કરીશ.
parul amit (પંખુડી )☘️?