Gujarati Quote in Thought by Kinjal Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લગ્ન ના કરવાના કારણો

ટાઈટલ વાંચીને વિચારમાં પડી ગયા ને? ચિંતા ના કરશો વધારે રાહ નહિ જોવડાવું. થોડા લોકો વિચારશે કે આ છોકરી કહેવા શું માંગે છે. આ બાબતમાં હું કઈ વધારે નહિ બસ લગ્ન કઈ પરિસ્થિતિમાં કરવા અને કયા કારણોસર ના કરવા એ જ કહેવા માંગુ છુ.

જેવી રીતે લગ્ન કરવાના ઘણા કારણો છે એવી જ રીતે ના કરવાના પણ ઘણા કારણો છે. બધું જ સમય પ્રમાણે થાય છે સમય પહેલા કઈ જ નથી થતું. એવું વિચારવું કઈંક હદ સુધી સાચું છે અને કઈંક હદ સુધી ખોટું પણ. એવી જ રીતે લગ્નનું પણ છે સમયસર થઈ જાય તો સારું પણ એનો સાચો સમય કયો છે એ તમારે નક્કી કરવાનું. બાકી લોકો તો ઘણું કહેશે પણ હંમેશા પોતાના મનનું જ માનવું.

ઘણા કારણો છે જે આપણે લગ્ન ના કરવા માટે રજૂ કરી શકીએ પણ હું એમાંથી થોડા જ રજુ કરવા માંગુ છુ.
૧) બધા મિત્રોના લગ્ન થઈ ગયા છે.
૨) આન્ટીસના પ્રશ્નોથી હેરાન છો.
૩) વેલન્ટાઈન્સ ડે ના દિવસે એકલું લાગે છે.
૪) નાની બહેન કે ભાઈ પણ લાઈનમાં છે.
૫) ઘડપણમાં સાથ મળી જાય.
૬) માં ક્યારે બનીશ એ વિચારીને
૭) એક્સ બોયફ્રેન્ડ જે ગર્લફ્રેન્ડના લગ્ન થઈ રહ્યા છે. આ તો બિલકુલ ના કરતા.

લગ્ન એણી સાથે કરવા જે તમારા ટાઈમનો હકદાર હોય. જેની સાથે તમે વહેતા સમયને ભુલી જાવ અને એ પ્રેમ પર સમયની ધૂળ ના ચડે.

જો કોઈ શંકા હોય તો પોતાને જ પૂછી જુઓ.

- કિંજલ પટેલ (કિરા)

Gujarati Thought by Kinjal Patel : 111233788
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now