વાર્તા
*" ઉપહાર "*
નીહારીકા એ જોયું કે લોકો તેને માટે મોંધા મોંધા ઉપહાર લઈ આવે છે. જેમની આર્થિક સ્થિતિ નબળી છે. તેઓ પણ નિહારીકા માટે મોંધા ઉપહાર લે છે. નિહારીકાને પસંદ આવતું નથી. જેથી તે દરેક ને પોતાના હાથે બનેલી વસ્તુઓ જ ઉપહાર તરીકે સ્વીકારશે એવું જણાવી દે છે.
તો લોકો પોત પોતાની રીતે ઉપહાર આપવા પ્રયત્ન કરે છે. કોઈ સુંદર ગીત બનાવીને ઉપહાર રુપ આપે છે. તો કોઈ પોતે બનાવેલ થેલો ઉપહાર માં આપે છે. બાળકો પોતાની જાતે બનાવેલ કાર્ડ ઉપહાર રુપ આપે છે. તો કોઈ પોતાના હાથે મીઠાઈ બનાવીને નીહારીકાને ઉપહાર રુપ આપે છે.
કોઈ એવું વિચારે છે કે નિહારીકાને શું ખબર પડે ચાલને ખરીદી ને લઈ જઉં ! પણ નિહારીકા બધી જ રીતે નિપુર્ણ. જેથી તે ક્યારેક કેવી રીતે બનાવ્યું પણ જાણી લેતી. તો ક્યારેક બનાવવા પણ કહી દેતી.
નિહારીકાનો લોકોની પોતે જ બનાવેલ ઉપહાર સ્વીકારવા પાછળનો મકસદ લોકો જાતે કંઈ શિખે એ હતો અને ખોટા ખર્ચા થી બચે પણ હતું. કારણ નિહારીકાએ પોતે અનુભવ કરેલો કે પૈસા વગર એ કોઈ ને કશું આપી નહોતી શકતી જેથી લોકો તેને પસંદ નહોતા કરતા. નિહારીકાએ પોતે જે અનુભવ કર્યો એ અન્ય સાથે ન થાય જેથી નિહારીકાએ લોકોની પોતાના હાથે બનાવેલી વસ્તુઓ જ સ્વિકારવા નિર્ણય કર્યો...ૐD