મારા બેકપેકનું વજન ઘણું હતું પણ એથી વધુ વજન હતું મનની અંદર ચાલી રહેલી અને ગોળગોળ ફરી રહેલી દરેક ઘટનાઓનું, અને મગજ પર ઘણા બધા વિચારો ષડ્યંત્ર રચતા ચાલી રહેલા હતા. એક અજબ પ્રકાર નો ઉમળકો હતો. ઘરેથી નીકળતા સુધી માં મારા પીઠ્ઠુનો ભાર મને અજબ વર્તાઈ રહ્યો હતો.
મન વારંવાર સન્યાસની સદ્દગતિ ઝંખતું હોય એમ બેચેન જ રહ્યા કરતુ હતું. થોડી ક્ષણો પછી બસતાનો ભાર ઘણો હળવો અનુભવાયો. જેમ જેમ એક સ્ટેપ આગળ લેતી ગઈ મન હળવાશ અનુભવી રહ્યૂ હતું.