મમ્મી પપ્પાને હમેશા ઘરમાં એવું કહેતા સાંભળ્યા છે કે દીકરાને વધારે ધમકવશો નહિ , ક્યાંક કઈ ઊંધું કરી બેસશે તો આપણે શું કરીશું?
આ વાત સાંભળી મને હમેશા વિચાર આવે કે દીકરાઓ એ માં બાપ ને જન્મ આપ્યો છે કે માં બાપ એ દીકરાઓને.. અમુક ઉંમર પછી બધા ની સામે દીકરા દીકરીઓને બોલવું ન જોઈએ કારણકે એ એમના સ્વમાન દુભાય પરંતુ કઈ કરી બેસે એ વાતના ડરથી માં બાપ દીકરા દીકરીઓને એમના ખરાબ વર્તન માટે ટોકે નહિ આ વાત કેટલા અંશે સાચી?