*ટપાલ* 5-8-2019
આપણી ઈચ્છા થીજી ગઈ જ્યારથી ટપાલ બંધ થઈ છે,
ઘણી ઈચ્છા ત્યાંની ત્યાં રહી ગઈ ચિઠ્ઠી બંધ થઈ ગઈ છે.
ઘણાં સ્વપ્નો ટુટ્યા આ સોસયલ મિડીયાના ભોગે,
ઘણાં લખવાનું ભુલી ગયા,ટપાલ આમ જ ખોવાઈ છે.
એકજમાનો હતો ઘણો કલશોર રહેતો પોસ્ટ ઓફીસે,
આજે ઉત્પાત છે મનમાં ઘણી ધાંધલ મચી ગઈ છે.
ભાવના ભર્યા એ સંદેશાઓ ગાયબ થયા આપણી વચ્ચે,
ભાવ વિસારી દેખાડો કરવાની નવી રીત બની ગઈ છે.
ઘણું લખવું છતાં પણ કંઈ નથી લખતું જ્યારે,
ઘણી બધી આમ જ દિલની વાત દિલમાં રહી ગઈ છે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....