નાની અમથી પણ કંઇક સારી શરૂઆત થઈ છે !
તારી વાતો માં આજે ક્યાંક મારી અછડતી વાત થઈ છે.
ઉઠતું દોડતું ખિલખિલાતું આ અલ્હડ યૌવન,
ટોળે વળી ને અરમાનો ની આજે ત્યાં જમાત થઈ છે.
લાગલગાટ વર્ષા હું પ્રેમ ની કરતો આવ્યો,
ફોરું એક તેં ઝીલ્યું છે , મારી કંઇક લાયકાત થઈ છે.
મંદ પવન તારી લટો સાથે ખેલી ને રેલાવે સંગીત,
કોક સુર નવો જ છેડાયો, મારી જ આડવાત થઈ છે.
નાની અમથી પણ કંઇક સારી શરૂઆત થઈ છે !