#નવા_ દુઃખો ૧#સીઝન૩
ધડાધડ દુઃખો:
દુઃખો ની અનરાધાર વર્ષ મારી પર થઈ રહી છે. એમાં સતત ભીંજાતા રહેવાનું મને ફાવી... નથી ગયું..ભાઈ ! હું ય માણસ છું. કેમ કરતાં આ દુઃખો ઓછા થાય ? કોકે કહ્યું યોગ કરો. મેં પૂછ્યું, એના થી દુઃખ મટી જાય, હેં ? તો કહે, ના . સહનશકિત વધશે. ને કદાચ દુઃખો ઓછા લાગે ! ચાલ જીવ, ટ્રાય તો કરવો પડશે ! કાલ થી યોગ ચાલુ !
પહેલાં દિવસે એલાર્મ મૂક્યું, વાગ્યું જ નહીં.
બીજા દિવસે મૂક્યું, વાગ્યું, પણ સંભળાયું જ નહીં.
ત્રીજા દિવસે મૂક્યું,વાગ્યું , સંભળાયું પણ ઉઠાયું જ નહીં.
ચોથા દિવસે મૂક્યું, વાગ્યું, સંભળાયું, ઊઠાયું પણ જવાનું મન જ ના થયું.
પાંચમાં દિવસે મૂક્યું, વાગ્યું, સંભળાયું, ઊઠાયું, જવાનું મન પણ થયું પણ તૈયાર થવા માં મોડું થઈ ગયું.
છટ્ઠા દિવસે બધું બરાબર, પણ વરસાદ આવ્યો.
છેવટે સાતમા દિવસે હું યોગ માં પહોંચી તો ત્યાં જઈ ને જોઉં તો રજા હતી.. રવિવાર ની સ્તો..
સાવ આળસુ લોકો ! રજા ના દિવસે કઈ રજા રખાતી હશે ? પણ મને તો ધક્કો પડ્યો કે નહીં? પછી કહો કે આમ યોગ ના વિયોગ થી અને દુઃખો ના યોગ થી હું દુઃખી ન થાઉં તો બીજું શું ?