શુભ સંધ્યા મિત્રો,
એક નાવિક એટલો શાણો થયો,
ત્યાં પછી દરિયો તરત કાણો થયો.
એક ઘોડાને હતી કેવી ગરજ,
કે ગધેડાનો સગો ભાણો થયો.
સાવ નવરો ધૂપ જેવો એક જણ,
આખરે તો ગામનો રાણો થયો.
આયનાએ ગાળ શું આપી હશે ?
કે ઝનૂની આટલો પાણો થયો.
ખોફ પણ કેવો હશે સિંહણ ક'ને,
એક સાવજ સાવ નીમાણો થયો.
જિગર ઠકકર 'ગઝલનાથ'