Gujarati Quote in Poem by Ashok Vavadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ગરીબી રોજ ખાલી પેટ ભરવા નીકળે,
ને અમીરી નિત્ય ખાલી પેટ કરવા નીકળે.

એક દુબળી ભૂખ કરગરતી રહીં આ આંગણે,
આંધળી ઈચ્છા પ્રભુને ભોગ ધરવા નીકળે.

સાથ કાયાનો હતો ત્યારે સમય ન્હોતો,હવે-
સ્વર્ગના એ ખ્વાબમાં ખ્વાઈશ ફરવા નીકળે.

રહિ નથી તાકાત તરણું તોડવાની તોય પણ,
રહીરહીને મન હવે તો સિંધુ તરવા નીકળે.

કામ આપે નૈ દવા ને દોષમાં આવી દુવા,
જીવ અડપલાખોર વારંવાર મરવા નીકળે

-અશોક વાવડીયા

છંદ=રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન

Gujarati Poem by Ashok Vavadiya : 111229380
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now